top of page

 

 

The 5 AM Club

Author - Robin Sharma

Translation - Alkesh Patel

Publisher - Jaico Books

Price - Rs. 250 - Discount Rs. 50/- (Your price just Rs. 200)

The 5 AM Club

₹250.00 Regular Price
₹200.00Sale Price
 • સવાર તમારી છે તમારું જીવન ઉચ્ચતર બનાવો

  ==============================

  હજુ એક વર્ષ પહેલાંના સંજોગો ઘણા ઉત્સાહજનક હતા. આ મહિલા ઉદ્યોગ સાહસિકની ગણતરી પોતાના ક્ષેત્રની સર્વોચ્ચ વ્યક્તિ તરીકે, સામાજિક અગ્રણી તરીકે તેમજ એક સમાજ સેવક તરીકે થતી હતી. કૉલેજ હોસ્ટેલના રૂમમાં ટેકનોલોજી કંપની સ્થાપનાર અને હાલ ત્રીસીની ઉંમરનો પડાવ પસાર કરી રહેલાં આ મહિલાનું બજારમાં ખૂબ પ્રભુત્વ હતું અને તેઓ જે ઉત્પાદન કરતાં તેને ગ્રાહકો પણ ખૂબ પસંદ કરતા.

  પણ હવે તેમને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યાં છે, તેમણે ઈર્ષા અને અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડે એવા સંજોગો નિર્માણ પામ્યા, જેને કારણે બિઝનેસમાં તેમનો હિસ્સો એ હદે ઘટી ગયો કે તેમણે નવી કામગીરી શોધવાની ફરજ પડી.

  ==================================

  નેતૃત્વકળા અને પરફોર્મન્સ નિષ્ણાત રોબિન શર્માએ 20 વર્ષ કરતાં વધુ વર્ષ પહેલાં 5 એ.એમ. ક્લબનો વિચાર રજૂ કર્યો હતો. તેનો આધાર એ વહેલી સવારનું ક્રાંતિકારી રૂટિન છે જેણે તેમના ક્લાયન્ટ્સને તેમની ઉત્પાદક્તા વધારવામાં, તેમનું સ્વાસ્થ્ય સુધારવામાં તેમજ તેમના મનની શાંતિ સુનિશ્ચિત કરવા કરવામાં મદદ કરી છે.

  લેખકની ચાર વર્ષની મહેનત બાદ લખવામાં આવેલા જીવનને બદલી શકવાની ક્ષમતા ધરાવતા આ પુસ્તક દ્વારા તમને એ જાણવા-સમજવામાં મદદ મળશે કે વહેલા ઉઠવાની આદતથી સર્વોચ્ચ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે અને તે સાથે ખુશી સાથે જીવનનો ભરપૂર આનંદ માણી શકાય છે.

  જીવનમાં સંઘર્ષનો અનુભવ કરી રહેલા બે અજાણ્યા લોકોના સંપર્કમાં આવનાર એક ઉદ્યોગપતિ એ બંને માટે માર્ગદર્શક બને છે, એ વિશેની પ્રેરણાદાયી અને રસપ્રદ વાર્તા દ્વારા ધ 5 એ.એમ. ક્લબ પુસ્તક તમને આટલી બાબતોનો રસાસ્વાદ કરાવશેઃ

  • મહાન પ્રતિભાશાળી લોકો ઉપરાંત બિઝનેસ અગ્રણીઓ તેમજ વિશ્વના સૌથી સમજદાર લોકો અસાધારણ સિદ્ધિ મેળવવા માટે તેમની સવારનો પ્રારંભ કેવી રીતે કરે છે?
  • વહેલા ઉઠવાની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે પ્રેરણા મેળવી શકો છો તથા લક્ષ્યાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રોજેરોજ દરેક બાબતમાં મહત્તમ પરિણામ મેળવી શકો છો.
  • વહેલી સવારની નીરવ શાંતિની પ્રત્યેક ક્ષણનો કેવી રીતે ઉપયોગ કરવો જેથી તમને કસરત, આત્મજ્ઞાન તેમજ વ્યક્તિગત વિકાસ માટે સમય મળી રહે.
  • મોટાભાગના લોકો સૂતા હોય છે ત્યારે મનોબળ આધારિત પ્રેક્ટિસ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, જેથી તમને તમારા માટે વિચારવા, તમારી રચનાત્મકતાને વ્યક્ત કરવા તેમજ ખૂબ શાંતિપૂર્વક તમારો દિવસ શરૂ કરવાનો તમને યોગ્ય સમય મળી રહે છે.
  • તમારી ક્ષમતા, કુશળતા અને સ્વપ્નોને આગળ વધારવા માટે ડિજિટલ દુનિયામાં ખૂંપી રહેવાને બદલે તેમજ અન્ય સામાન્ય કક્ષાની બાબતોમાં માથું મારવાને બદલે અંતઃસ્ફુરણા ઉપર ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરવું જેથી તમે સમૃદ્ધિ અને પ્રભાવનો આનંદ માણી શકો તથા દુનિયામાં તમારી અસર ઊભી કરી શકો.    

  લેખક વિશે

  રોબિન શર્મા વૈશ્વિક સન્માન પ્રાપ્ત માનવતાવાદી છે. વિશ્વના ટોચના નેતૃત્વ નિષ્ણાત તરીકે વ્યાપક રીતે સ્વિકૃતિ પામનાર અને નવો રસ્તો કંડારનાર આ વિશિષ્ટ વ્યક્તિના ક્લાયન્ટમાં અનેક ફોર્ચ્યુન-100 કંપનીઓ, સુપ્રસિદ્ધ અબજોપતિઓ, વ્યવસાયી સ્પોર્ટ્સ સુપરસ્ટારો, સંગીતના ટોચના નિષ્ણાતો તેમજ કેટલાય શાહી પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. લેખકનાં નંબર 1 બેસ્ટસેલર પુસ્તકો જેવા કે, ધ મૉન્ક હુ સોલ્ડ હીઝ ફેરારી, ધ ગ્રેટનેસ ગાઇડ તથા ધ લીડર હુ હેડ નો ટાઇટલ – ની 92 કરતાં વધુ ભાષામાં લાખો નકલો વેચાઈ છે, જેને કારણે તેમની ગણના વર્તમાન સમયમાં સૌથી વધુ વંચાતા હયાત લેખકોમાં થાય છે.

Product Page: Stores_Product_Widget
bottom of page