top of page

 

Patrakaratva: Vishvasniyata no padkar

Edited by : Alkesh Patel

Language: Gujarati

Price - Rs. 225 - Discount - Rs. 25 

Patrakaravtva: Vishvasniyata no padkar

₹225.00 Regular Price
₹200.00Sale Price
  • Alkesh Patel

  • અતિ સર્વત્ર વર્જયેત...

    પત્રકારત્વ એ લોકશાહીનું ઘણું અગત્યનું પાસું છે એમાં કોઈ શંકા નથી, પરંતુ તેને ચોથો પાયો (ફોર્થ પીલર) ગણાવવો એ યોગ્ય પણ નથી—ન્યાયસંગત પણ નથી. હકીકતે આ ક્ષેત્રે પોતાની જાતે જ પોતાને ચોથા પાયાનું પ્રમાણપત્ર આપી દીધું હતું!

    કોઇપણ વ્યવસ્થા કે મકાનના પાયાનો -પાયાનો સિદ્ધાંત એ છે કે સંતુલન હોવું જોઇએ. કોઇપણ એકબાજુનો ઝુકાવ સંતુલન ખોરવી નાખે છે અને એ વ્યવસ્થા કે એ મકાનની વિશ્વસનીયતાનો પડકાર ઊભો થાય છે.

    પત્રકારત્વનું પણ એવું જ થયું છે. પત્રકારત્વનો એકમાત્ર અને મૂળભૂત સિદ્ધાંત જે કંઈ બને તેની જાણ સમાજને કરવી એ હતો અને છે. પણ, પત્રકારત્વ કદી આ વ્યાખ્યામાં બંધાઈ ન રહ્યું અને તરફેણ કરવાની અવળચંડાઈ લગભગ પ્રારંભથી શરૂ કરી દીધી હતી. દુનિયાભરમાં રાજાશાહી હતી તે સમયે પણ પત્રકારત્વ બે ભાગમાં વહેંચાયેલું હતું- એક ભાગ રાજાશાહીની તરફેણ કરતો તો બીજા ભાગ રાજાશાહી વિરોધી સમાચારોને મહત્ત્વ આપ્યા કરતો. લોકશાહીમાં સ્વાભાવિક રીતે પત્રકારત્વની આવી તરફેણ અને વિરોધની ધારા ચાલ્યા કરે છે. એકમાત્ર અપવાદ સામ્યવાદી-આપખૂદ શાસન વ્યવસ્થાઓનો રહ્યો છે જેમાં પત્રકારત્વને હંમેશાં એકતરફી રહેવાની ફરજ પડતી, આજે પણ પડે છે. પણ આશ્ચર્યજનક રીતે એ જ સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત પત્રકારો લોકશાહી દેશોમાં અભિવ્યક્તિની આઝાદીના ઝંડાધારી બની જાય છે! તેમની આ ઝંડાધારી પ્રવૃત્તિને કારણે ભારતીય પત્રકારત્વમાં ગોદી-મીડિયા અને ગુલામ-મીડિયા જેવા શબ્દપ્રયોગો પ્રચલિત બન્યા. દુનિયાને સલાહ આપતું પત્રકારત્વ પોતે અતિ સર્વત્ર વર્જયેત- ભૂલીને મર્યાદા ચૂક્યું અને એ સાથે પત્રકારત્વની વિશ્વસનીયતાનો પડકાર ઊભો થયો.

    આ પુસ્તકમાં કોઇપણ એક-તરફી વિચારધારાની તરફેણ કર્યા વિના –આ વિશ્વસનીયતાને ક્યાં – ક્યારે - કેવી રીતે – કેટલો - કેવો ધક્કો પહોંચ્યો તેની દાખલા, દલીલો અને પુરાવા સાથે ચર્ચા કરવામાં આવી છે.

    • અલકેશ પટેલ

    આ પુસ્તકના લેખકોઃ 

    • વીરેન્દ્ર પંડિત
    • વિષ્ણુ પંડ્યા
    • સૌરભ શાહ
    • વિક્રમ વકીલ
    • નીલેશ રૂપાપરા
    • કિશોર મકવાણા
    • જપન પાઠક
    • અલકેશ પટેલ
    • કુલદીપ લહેરુ
    • સુદર્શન ઉપાધ્યાય
    • જશવંત રાવલ
    • ડૉ. શિરીષ કાશીકર
    • રોહિત શાહ
    • પ્રકાશ જાવડેકર
Product Page: Stores_Product_Widget
bottom of page