top of page

2015ની 29 માર્ચે નવી દિલ્હીમાં 11, અશોક રોડ ઉપરની ભારતીય જનતા પાર્ટીની જૂની ઑફિસે કંઇક અલગ માહોલ હતો. એક ડિજિટલ સ્ક્રિન ઉપર આંકડા ઝડપથી બદલાઈ રહ્યા હતા. જે આંકડા બદલાઈ રહ્યા હતા તે પક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સદસ્યતા અભિયાન મારફત જોડાઈ રહેલા નવા સભ્યોની સંખ્યા દર્શાવતા હતા. તે સમયના પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પક્ષની ઑફિસમાં જ હતા. તેમની આંખોમાં બાળસહજ કૂતુહલ સાથે તેઓ પણ એ ડિજિટલ સ્ક્રિન સામે જોઈ રહ્યા હતા. જે ક્ષણે નિર્ધારિત લક્ષ્યાંકનો આંકડો સ્ક્રિન ઉપર દેખાયો તે સાથે જ તમામ હોદ્દેદારો-કાર્યકરો આનંદથી ઊછળી પડ્યા. પક્ષના સભ્યોની સંખ્યા 8.80 કરોડ થઈ હતી, જે ચીનના સામ્યવાદી પક્ષની સંખ્યા કરતાં આગળ નીકળી ગઈ હતી. આ મહત્ત્વાકાંક્ષી સભ્યપદની નોંધણીનો આ આઇડિયા અમિત શાહનો પોતાનો હતો. બીજા દિવસે તમામ મુખ્ય અખબારોએ એ બાબતની નોંધ લીધી હતી કે, ભાજપ વિશ્વનો સૌથી વિશાળ રાજકીય પક્ષ બન્યો.

 

આવું કેવી રીતે બન્યું? શું એ માત્ર આંકડાકીય કવાયત હતી જેનાથી ભાજપનું નસીબ પલટાયું કે પછી તે એક નવીન વિચાર હતો જેનું પરિણામ મળ્યું? 1984માં લોકસભામાં માત્ર બે બેઠકથી શરૂ કરીને વર્તમાનમાં વિપક્ષને લગભગ કચડી નાખીને ટોચ ઉપર પહોંચેલા આ ભાજપની સફળતાનું શ્રેય શું માત્ર મોદી-શાહ જોડીને આપીશું કે પછી તેનાં મૂળિયાં લાંબાગાળા સુધી ચાલેલી હિન્દુત્વ ચળવળમાં રહેલાં છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા શાંતનુ ગુપ્તાએ ભારતમાં જમણેરી ચળવળોના ઈતિહાસમાં સંશોધન કર્યું, તેનાં વૈચારિક મૂળ અને રાષ્ટ્રવાદી વિચારોમાં સધાયેલી પ્રગતિ- આ બધી બાબતોને સંકલિત કરીને ભાજપનો એક સર્વગ્રાહી અભ્યાસ કરવામાં આવ્યો. ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી પરંતુ એક એવું વૈચારિક પરિબળ છે જે આ દેશમાં અગાઉ કદી ન અનુભવી હોય એવી રાષ્ટ્રવાદી ચળવળનું પ્રતિનિધિત્વ કરે છે.

 

સમગ્ર ભારતવર્ષ ભૌગોલિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક રૂપથી સદીઓથી એક રાષ્ટ્ર તરીકે સંપૂર્ણ રહ્યો છે. આ દેશ એવા તમામ ભારતીય લોકોની માતા છે જેમને સમાન અધિકાર પ્રાપ્ત છે...ભારત એક પ્રાચીન દેશ છે...આ કારણથી ભારતીય રાષ્ટ્રવાદને સ્વાભાવિકપણે અખંડ ભારત પ્રત્યે અવિભાજીત નિષ્ઠા રાખવી જોઇએ અને તેની મહાન તથા પ્રાચીન સંસ્કૃતિ પર આધારિત રહેવું જોઇએ. એ બાબત જ તેને અન્ય દેશ કરતાં અલગ બનાવે છે. આજનો ભાજપ એ ભારતે વર્ષો સુધી જોયેલી રાષ્ટ્રવાદી ચળવળોનું પરિણામ છે. વિશ્વના સૌથી વિશાળ રાજકીય પક્ષ તરીકે ભાજપની વાત સાથે આ પુસ્તકમાં ભારત—આર્ય સમાજથી શરૂ કરીને હિન્દુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સુધીની રાષ્ટ્રવાદી ચળવળોના ઈતિહાસને સાંકળી લેવામાં આવી છે.

BHARTIYA JANTA PARTY

₹600.00 Regular Price
₹540.00Sale Price
    Product Page: Stores_Product_Widget
    bottom of page