top of page

ક્યાં ગયાં એ મંદિર? (Hindu Temples: What Happened to Them નો ગુજરાતી અનુવાદ)

Translation project by SMaRT (Samachar Manyata Association for Research & Training)

લેખકઃ સિતારામ ગોયલ

પ્રકાશનઃ વૉઇસ ઑફ ઈન્ડિયા

કુલ પાનાં : 825 (225 + 600)

કુલ કિંમતઃ Rs. 780/- (Rs. 330/- + Rs. 450/-)

(નહીં નફો - નહીં નુકસાનના ધોરણે વેચાણ કિંમત માત્ર રૂપિયા - 499/- કુરિયર ચાર્જ સહિત. આપ રૂપિયા 281 નું માતબર ડિસ્કાઉન્ટ મેળવો છો.)

 

બે વૉલ્યુમના આ પુસ્તકોમાં હિન્દુ મંદિરોનો વિનાશ કરીને તેને મસ્જિદોમાં તથા અન્ય મુસ્લિમ સ્થાપત્યોમાં તબદીલ કરી દેવાની પ્રવૃત્તિઓની વિસ્તારથી વિગતો આપવામાં આવી છે. પુસ્તકનો જે વિષય છે તે બાબતે સંપૂર્ણ સત્યતાની ચોકસાઈ રાખવામાં આવી છે.

 

સેક્યુલરવાદીઓ તેમજ માર્ક્સવાદી લેખકોની જેમ અહીં તિહાસને નવેસરથી લખવાનો કે તેમાં ભેળસેળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.

 

પુસ્તકનો આશય આપણી પ્રજાને વધારે માહિતગાર કરવાનો તથા જે વૈચારિક પરિબળો કાર્યરત છે તે અંગે જાગ્રત કરવાનો છે.

 

વૉઇસ ઑફ ઈન્ડિયાએ એપ્રિલ 1991માં Hindu Temples: What Happened to Them નામે પ્રકાશિત થયેલા શ્રેણીબદ્ધ લેખોનું પ્રથમ પુસ્તક બહાર પાડ્યું. તેમાં અરુણ શૌરી, હર્ષ નારાયણ, જય દુભાષી, રામ સ્વરૂપ તથા સિતારામ ગોયલના લેખોનો સંગ્રહ હતો. એ પુસ્તકનો અગત્યનો હિસ્સો એવાં 2000 મુસ્લિમ સ્થાપત્યોની યાદીનો હતો જે મંદિરોના સ્થળ ઉપર બનાવી દેવામાં આવ્યાં હતાં અથવા એ બાંધવામાં મંદિરોની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

વૉઈસ ઑફ ઈન્ડિયાએ મે, 1991માં આ શ્રેણીનું બીજું પુસ્તક પ્રકાશિત કર્યું. તેમાં ઈસ્લામિક પુરાવા જ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઐતિહાસિક તેમજ ધાર્મિક એમ બંને બાબતોનો સમાવેશ થાય છે. આ પુસ્તકને ખાસ કરીને વિદ્વાન અભ્યાસુઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો. જોકે, દેશના કહેવાતા પ્રતિષ્ઠિત અખબારો તેમજ સામયિકોએ આ પુસ્તકની સદંતર ઉપેક્ષા કરી. આ અખબાર – સામયિકોએ તો તેમની પુસ્તકો વિશેની કૉલમમાં આ પુસ્તક તેમને મળ્યાની નોંધ પણ ન લીધી.

 

બીજા વૉલ્યુમમાં અગાઉની (અંગ્રેજી)આવૃત્તિનાં લાંબાં લાંબાં પ્રકરણને ટૂંકાવીને સુનિશ્ચિત પેટા-વિભાગોમાં મૂકવામાં આવ્યાં છે. બીજા વૉલ્યુમની સૌથી ખાસ વાત એ છે કે, આ સમગ્ર પુસ્તક મુસ્લિમ ઇતિહાસકારોનાં લખાણને ટાંકીને સ્પષ્ટ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

 

“હિન્દુ શબ્દનો અર્થ કરતું નવું પરિશિષ્ટ ઉમેરવામાં આવ્યું છે. ઉપરાંત, માર્ક્સવાદી પ્રાધ્યાપકો  માટેની પ્રશ્નાવલી અંગેના પરિશિષ્ટમાં સિતારામ ગોયલ અને માર્ક્સવાદી પ્રોફેસર રોમિલા થાપર વચ્ચે થયેલા પત્રવ્યવહારનો સમાવેશ કરીને પરિશિષ્ટનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

Hindu Temples: What Happened to Them - ક્યાં ગયાં એ મંદિર

₹780.00 Regular Price
₹499.00Sale Price
    Product Page: Stores_Product_Widget
    bottom of page